જામનગર જીલ્લાના મુખ્યમંત્રી મા અમૃતમ કાર્ડ યોજના હેઠળ આવતી હોસ્પિટલોની યાદી

“મુખ્યમંત્રી મા અમૃતમ યોજના” ૨૦૧૨ થી અમલમા મુકવામાં આવેલ છે. આ યોજના જે લોકો ગરીબી રેખા (BPL) હેઠળ જીવન જીવતા હોય, તે પરિવારો માટે જ હતી. પરંતુ ૨૦૧૪ મા આ યોજના ને વધારી ને જે પરિવારો મધ્યમ વર્ગ મા આવે તેવા કુટુંબ માટે “મુખ્યમંત્રી વાત્સ્લ્ય યોજના” અમલ મા મુકેલ હતી.

આ યોજના હેઠળ ઘણા ગરીબ પરિવારો ને ખુબજ મદદ મળેલ છે. અને તેઓ તેમના સ્વજનો ને સરકારી કે ખાનગી દવાખાનામા તદન મફત સારવાર લઇ શકે છે. જેની પાસે પૈસા ની સગવડ ના હોઇ તેવા લોકો ને બહુ જ મોટી જહેમત ઉઠાવવી પડતી હોય છે. પરંતુ હજુ ઘણા લોકો ને ખબર નથી કે ગુજરાત સરકાર મા “મુખ્યમંત્રી મા અમૃતમ અને વાત્સ્લ્ય યોજના” અમલ મા મુકાયેલી છે.

આ યોજના અંતર્ગત સરકાર તરફ થી ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને 5 લાખ સુધી ની સહાય આપવામા આવે છે. જેમા આ સહાય તદન કેશલેશ હોઇ છે.જેમા પરિવાર દિઠ 5 લાખ રૂપિયા ની સહાય થી તેઓ ગુજરાત ની સરકારી અથવા ખાનગી હોસ્પિટલ મા કેશલેસ સારવાર તદન મફત મા લઇ શકે છે.

અહીં તમને જામનગર જિલ્લાની તમામ હોસ્પિટલની માહિતી આપેલ છે, જેના દ્વારા તમે મા અમૃતમ યોજનાનો લાભ લઇ શકો છો અને મફતમાં સારવાર કરાવી શકો છો.